👨🎓MYSY Yojana All Information in Gujarati |
✨મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
📌 MYSY યોજના વિશે આટલું જાણો ?
MYSY એ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક શૈક્ષણિક સહાય યોજના છે. આ યોજનાનો હેતુ છે કે, રાજ્યના પ્રતિભાશાળી પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે સહાય આપવામાં આવે.
🎯 યોજના ના મુખ્ય સિદ્ધાંત
- આર્થિક રીતે નબળા અને ઉચ્ચ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવી.
- ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓની નિષ્ઠા વધારવી.
- ડૉક્ટર, એન્જિનિયર, ફાર્મસી, ડિપ્લોમા, જનરલ કોર્ષ વગેરે માટે સહાય
- રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર
- વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા.
- વિધાર્થીઓ ને 📚 બુક અને કોલેજ ફી જેવી સહાય પણ મળે છે
✅ યોજના ના લાભ લેવા માટે લાયકાત
✒️👨🎓મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળવાપાત્ર સહાય
1. ટ્યુશન ફી સહાય:
👨🎓 મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) (સ્વનિર્ભર કોલેજ)-
-₹ 2,00,000/- અથવા વાર્ષિક ટ્યુશન ફીના 50% (જે ઓછું હોય તે)
🚂ઇજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર (સ્વનિર્ભર કોલેજ)-
-₹ 50,000/- અથવા વાર્ષિક ટ્યુશન ફીના 50% (જે ઓછું હોય તે)
ડિપ્લોમા અભ્યાસક્રમો (સ્વનિર્ભર કોલેજ)
₹ 25,000/- અથવા વાર્ષિક ટ્યુશન ફીના 50% (જે ઓછું હોય તે)
અન્ય સ્નાતક અભ્યાસક્રમો (B.Com, B.Sc, B.A, BCA, BBA)
₹ 10,000/- અથવા વાર્ષિક ટ્યુશન ફીના 50% (જે ઓછું હોય તે)
2. રહેવા-જમવાની સહાય:
👉જે વિદ્યાર્થીઓને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરવા જવું પડે અને સરકારી છાત્રાલયમાં પ્રવેશ ન મળ્યો હોય, તેવા વિદ્યાર્થીઓને 10 મહિના માટે પ્રતિ માસ ₹ 1,200/- (વાર્ષિક ₹ 12,000/-) ની સહાય આપવામાં આવે છે.
કોલેજ અને યોજના ઓ માટે ગ્રુપ માં જોડાવો
3. 🔬🪫સાધન-પુસ્તક સહાય:
👉અભ્યાસ માં પેલા વર્ષ માં એક વખત જ કોઈ સાધન સામગ્રી ,બુક અને લેવા માટે સહાય આપવા માં આવે છે જે નીચે મુજબ છે
🌟મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS)
₹ 10,000/-
🌟ઇજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર
₹ 5,000/-
🌟ડિપ્લોમા અભ્યાસક્રમો
₹ 3,000/
📝 જરૂરી દસ્તાવેજો:
👉 વિધાર્થીઓ ના આધાર કાર્ડ
👉ધોરણ 10 અને 12ની માર્કશીટ ની ઝેરોક્ષ
ડિપ્લોમાની માર્કશીટ (જો લાગુ પડતું હોય તો)
👉વાલીનું આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ વારૂ (મામલતદાર/TDO દ્વારા પ્રમાણિત)
👉પ્રવેશ સમિતિ દ્વારા મળેલ પ્રવેશ પત્ર
ટ્યુશન ફી ભર્યાની પહોંચ
👉હોસ્ટેલમાં રહેતા હોય તો તે અંગેનો પુરાવો અને ફીની પહોંચ
👉બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (જેમાં IFSC કોડ અને ખાતા નંબર દેખાતા હોય
👉👉નોંધઃ કોઈ પણ યોજના ના લાભ એક વખત જ મળશે બીજી કોઈ યોજના નો લાભ લીધેલ હશે તો નય મળે
🌐 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
1.🖥️રજીસ્ટ્રેશન: સૌ પ્રથમ, વિદ્યાર્થીએ MYSY ગુજરાતના અધિકૃત પોર્ટલ
(https://mysy.guj.nic.in/)
પર જઈને "Fresh Application" પર ક્લિક કરી નોંધણી કરાવવાની રહેશે.
2.🖥️ઓનલાઈન ફોર્મ ભરો: રજીસ્ટ્રેશન પછી, લોગિન કરીને અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો જેવી કે શૈક્ષણિક માહિતી, બેંક ખાતાની વિગતો અને અંગત માહિતી કાળજીપૂર્વક ભરવી.
દસ્તવેજો અપલોડ કરો: માગ્યા મુજબના તમામ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી કોપી અપલોડ કરવી.
અરજી સબમિટ કરો: ફોર્મ ભર્યા પછી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, અરજીને અંતિમ સ્વરૂપ આપી સબમિટ કરવી
🗓️ મહત્વની તારીખો:
- દર વર્ષે માર્ચ-એપ્રિલ પછી નવા ફોર્મ શરૂ થાય છે.
- છેલ્લી તારીખ સામાન્ય રીતે જુલાઈ/ઓગસ્ટ હોય છે.
- નિયમિત વેબસાઇટ ચેક કરવી જરૂરી.
👨🎓સારાંશ
MYSY યોજના એ જરૂરિયાતમંદ વિધાર્થીઓ માટે પોતાના સપના પૂરા કરવા માટે એક મહત્વની યોજના છે જેને ખરેખર જરૂરિયાત છે એને મોકલો
🚌 વિદ્યાર્થિનીઓ માટે બસ ભાડામાં 100% રાહત | વિનામૂલ્યે મુસાફરી યોજના 2025
👉 મહિલા વિદ્યાર્થિનીયોને GSRTC માં મફત મુસાફરી—સમગ્ર માહિતી અને અરજી પ્રક્રિયા જાણશો તો નીચે ક્લિક કરો:
