📌 પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS): સુરક્ષિત રોકાણ અને નિયમિત આવકનો બેસ્ટ વિકલ્પ


પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS)


👉શું તમે તમારા રોકાણ પર દર મહિને એક નિશ્ચિત આવક મેળવવા માંગો છો?


👉 શું તમે એવી કોઈ સરકારી યોજના શોધી રહ્યા છો જેમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત હોય?


👉આ યોજના ખાસ કરીને નિવૃત્ત થયેલા લોકો, ગૃહિણીઓ, અને એવા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ જોખમ લેવા માંગતા નથી.



✨ MIS કેમ છે લોકપ્રિય?

  • સરકારી યોજના: 100% સુરક્ષિત રોકાણ
  • શેરબજાર જોખમથી મુક્ત: ઉતાર-ચઢાવનો કોઈ ડર નહીં
  • નિશ્ચિત આવક: દર મહિને ગેરંટી સાથે પૈસા
  • 5 વર્ષની યોજના: એક વાર રોકાણ કરો, 60 મહિના સુધી આરામથી આવક મેળવો

🌟 પોસ્ટ ઓફિસ MIS ની મુખ્ય વિશેષતાઓ

  • 💰 રોકાણ: એકવાર જમા કરેલી રકમ પર દર મહિને વ્યાજ મળે છે.
  • 🛡️ સુરક્ષા: સરકારી યોજના હોવાથી રોકાણ 100% સુરક્ષિત છે.
  • 📅 નિયમિત આવક: દર મહિને વ્યાજની ચુકવણીથી નિયમિત આવક મળે છે.
  • ⏳ લોક-ઇન પિરિયડ: યોજનાનો લોક-ઇન સમયગાળો 5 વર્ષ છે.

📊 વર્તમાન વ્યાજ દર અને રોકાણ મર્યાદા (2025)

ભારત સરકાર દર ત્રણ મહિને વ્યાજ દર વધારે છે. હાલમાં (જાન્યુઆરી 2025 થી) પોસ્ટ ઓફિસ MIS પર 7.4% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

💰 રોકાણ મર્યાદા:

  • લઘુત્તમ: ₹1,000
  • સિંગલ એકાઉન્ટ: ₹9 લાખ સુધી(વધારે માં વધારે)
  • જોઈન્ટ એકાઉન્ટ: ₹15 લાખ સુધી(વધારે માં વધારે)

📊 રોકાણ સામે મળતી આવક (MIS 2025 – 7.4%)

રોકાણ રકમ (Investment) વાર્ષિક વ્યાજ (7.4%) માસિક આવક (Monthly Income)
₹50,000 ₹3,700 ₹308
₹1,00,000 ₹7,400 ₹617
₹2,00,000 ₹14,800 ₹1,233
₹3,00,000 ₹22,200 ₹1,850
₹4,00,000 ₹29,600 ₹2,467
₹5,00,000 ₹37,000 ₹3,083
₹6,00,000 ₹44,400 ₹3,700
₹7,00,000 ₹51,800 ₹4,317
₹10,00,000 ₹74,000 ₹6,167
₹15,00,000 ₹1,11,000 ₹9,250


💰MIS યોજનાનો સમયગાળો:


👉MIS ખાતાનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો હોય છે.

👉આ સમયગાળો પૂરો થયા બાદ, તમે તમારી મુખ્ય રકમ પરત મેળવી શકો છો.

🖥️ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ – લેપટોપ સહાય યોજના 2025

શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના હેઠળ લેખકો / વિદ્યાર્થીઓ ને સરકાર  તરફથી લેપટોપ માટે સહાય આપવામાં આવે છે. અરજી પ્રક્રિયા, લાયકાત અને જરૂરી દસ્તાવેજોની વિગત અને સૂચનાઓ તપાસવા માટે નીચે ક્લિક કરો.

👉 વધુ જાણો

💰પૈસા ઉપાડવાના નિયમો (સમય પહેલા):


 ✴️1 વર્ષ પહેલા: 
 👉 તમે ખાતું ચાલુ કર્યા પછી એક વર્ષ સુધી રોકાણ કરેલી રકમ ઉપાડી શકતા નથી.

   ✴️1 થી 3 વર્ષની વચ્ચે: 

👉જો તમે 1 વર્ષ પછી અને 3 વર્ષ પૂરા થાય તે પહેલાં પૈસા ઉપાડશો, તો રોકાણ કરેલી રકમમાંથી 2% દંડ કાપવામાં આવશે.

  ✴️ 3 થી 5 વર્ષની વચ્ચે: 
👉જો તમે 3 વર્ષ પછી અને 5 વર્ષ પૂરા થાય તે પહેલાં પૈસા ઉપાડશો, તો રોકાણ કરેલી રકમમાંથી 1% દંડ કાપવામાં આવશે.

 ✴️ 5 વર્ષ પછી: 
👉5 વર્ષ પૂરા થયા બાદ, તમે કોઈપણ દંડ વગર તમારી સંપૂર્ણ રોકાણ કરેલી રકમ પરત મેળવી શકો છો.

💻MIS ખાતું કેવી રીતે ખોલાવવું?

👉MIS એકાઉન્ટ ખોલાવવું ખૂબ જ સરળ છે. તમે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો.
 👉જરૂરી ડોક્યુમેન્ટ્સ 

➡️ઓળખનો પુરાવો (આધાર કાર્ડ/વોટર આઈડી)

➡️સરનામાનો પુરાવો

➡️બે પાસપોર્ટ સાઇઝના ફોટા

➡️પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (આ ફરજિયાત છે)
➡️કોઈપણ ભારતીય નાગરિક (18 વર્ષથી ઉપર).

➡️માતા-પિતા પોતાના નાબાલિક બાળકના નામે પણ ખાતું ખોલી શકે છે.

⚖️ ટેક્સ બાબતો (Tax Benefits)

  • 80C છૂટ ઉપલબ્ધ નથી: આ ઈન્વેસ્ટમેન્ટ પર કલમ 80C હેઠળ કોઈ ટેક્સ છૂટ મળતી નથી.
  • વ્યાજ ટેક્સેબલ છે: દર મહિને મળતું વ્યાજ તમારી આવકમાં ગણાય છે અને લાગુ પડતા સ્લેબ પ્રમાણે ટેક્સ લાગુ પડે છે.


📍 સારાંશ:

👉જો તમે રિસ્ક-ફ્રી અને માસિક ફિક્સ આવક ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS) શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસ કરીને નિવૃત્તિ પછીના દિવસો માટે આ સ્કીમ લાઇફલાઇન સમાન છે.

🚜 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના – વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય

ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની સહાય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરેલી યોજના. અરજી પ્રક્રિયા, લાયકાત, લાભો અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો.

👉 વધુ જાણો