શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025/26 સંપૂર્ણ માહિતી
👩🎓 ગુજરાત શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025/26. પાત્રતા, લાભ, દસ્તાવેજો અને ઓનલાઈન અરજી પ્રક્રિયાની વિગતવાર માહિતી અહીં મેળવો. Gujarat education scheme , sanman portal , shramsetu portal , labor welfare scheme 👩🎓શિક્ષણ સહાય યોજના મુખ્ય ઉદ્દેશ બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે ડ્રોપઆઉટ દર ઘટાડવો અને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રવૃત્તિ વધારવી. શિક્ષણ દ્વારા જીવનધોરણ સુધારવું. 👉કોને લાભ મળી શકે? 👉નોંધાયેલા શ્રમયોગી: અરજદારના માતાપિતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અથવા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા હોવા જોઈએ. 👉બાળકોની સંખ્યા: એક પરિવારના મહત્તમ બે બાળકોને આ યોજનાનો લાભ મળી શકે છે. 👉શૈક્ષણિક સંસ્થા: વિદ્યાર્થીએ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. 👉અભ્યાસક્રમ: ધોરણ 1 થી લઈને પી.એચ.ડી. સ...