🦟 ડેન્ગ્યુ તાવ: લક્ષણો, બચાવ અને સારવાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવો
🦟 ડેન્ગ્યુ તાવ: લક્ષણો, બચાવ અને સારવાર વિશેની સંપૂર્ણ માહિતી 👉ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય વાઇરસ થી થતો તાવ છે જે એડીસ ઇજિપ્તી (Aedes aegypti) મચ્છર કરડવાથી ફેલાય છે. 👉આ મચ્છરો સામાન્ય રીતે દિવસ દરમિયાન , ખાસ કરીને સવારે અને સાંજે કરડે છે . જે હાથ અને પગ માં નીચે વધારે કરડે છે 👉 ડેન્ગ્યુ એક ગંભીર બીમારી હોઈ શકે છે, તેથી તેના લક્ષણો, બચાવ અને સારવાર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. 🦟ડેન્ગ્યુના તાવ ના હળવા લક્ષણો : ✴️સામાન્ય રીતે ડેન્ગ્યુનો વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી 4 થી 10 દિવસમાં લક્ષણો દેખાય છે. ✴️લક્ષણોની ગંભીરતા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય લક્ષણો ( Dengue Fever): ➡️ તીવ્ર તાવ : અચાનક અને 104°F (40°C) સુધી પહોંચી શકે તેવો તાવ. ➡️તીવ્ર માથાનો દુખાવો : ખાસ કરીને આંખોની પાછળ દુખાવો. ➡️સ્નાયુ અને સાંધાનો દુખાવો : જેને "બ્રેકબોન ફીવર" (Breakbone Fever) પણ કહેવાય છે. ➡️શરીર પર ચકામા (Rash) : તાવ ઉતર્યા પછી અથવા તેની સાથે જ લાલ કે ગુલાબી રંગના ચકામા દેખાઈ શકે છે. ➡️નબળાઈ અને થાક. ➡️ઉબકા અને ઉલટી. ➡️આંખોની અંદર ડોળા માં દુખાવો. 🦟 ડેન્ગ્યુ તાવ ના ગંભીર લક્ષણો...