જન્મ તારીખનો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરો – સંપૂર્ણ માર્ગદર્શન (ગુજરાતી)
જન્મ તારીખનો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરો: હવે ઘરે બેઠા મેળવો બર્થ સર્ટિફિકેટ જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું? મોબાઈલથી ઘરેથી જ જન્મ તારીખનો દાખલો ચેક કરો અને PDF ડાઉનલોડ કરો – સંપૂર્ણ માર્ગદર્શન ગુજરાતી માં. બાળકના જન્મ પછી જન્મ પ્રમાણપત્ર ( Birth Certificate ) મેળવવું ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. શાળા પ્રવેશ, આધાર કાર્ડ, પાસપોર્ટ, સરકારી યોજનાઓ વગેરે દરેક જગ્યાએ તેની જરૂર પડે છે. પરંતુ ઘણી વખત નગરપાલિકા કે ગ્રામ પંચાયતના વારંવાર ચક્કર લગાવવાના પડે છે અને જન્મનો દાખલો તૈયાર થયો છે કે નહીં તેની માહિતી પણ મળતી નથી. 👉 હવે આ બધું ઝંઝટ ભૂલી જાવ! હવે તમે ઘરે બેઠા મોબાઈલથી પણ જાણી શકો છો કે જન્મ પ્રમાણપત્ર બન્યું છે કે નહીં અને તૈયાર હોય તો ઓનલાઇન ડાઉનલોડ પણ કરી શકો છો. 📌 જન્મ પ્રમાણપત્ર કેમ જરૂરી છે? જન્મ પ્રમાણપત્ર એ સરકાર દ્વારા આપવામાં આવતો એક અધિકૃત દસ્તાવેજ છે જેમાં નીચેની વિગતો હોય છે: બાળકનું નામ અને જન્મ તારીખ જન્મનું સ્થળ (હોસ્પિટલ / ઘર) માતા-પિતાનું નામ રજિસ્ટ્રેશન નંબર અને તારીખ 📄 જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડના ફાયદા ✔️ ...