👩‍🎓ગુજરાત શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025/26.

 પાત્રતા, લાભ, દસ્તાવેજો અને ઓનલાઈન અરજી પ્રક્રિયાની વિગતવાર માહિતી અહીં મેળવો.

ગુજરાત શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025/26: પાત્રતા, લાભ, દસ્તાવેજો અને ઓનલાઈન અરજી પ્રક્રિયાની વિગતવાર માહિતી અહીં મેળવો


Gujarat education scheme, sanman portal, shramsetu portal, labor welfare scheme

👩‍🎓શિક્ષણ સહાય યોજના મુખ્ય ઉદ્દેશ


બાંધકામ વ્‍યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે

ડ્રોપઆઉટ દર ઘટાડવો અને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રવૃત્તિ વધારવી.

શિક્ષણ દ્વારા જીવનધોરણ સુધારવું.


👉કોને લાભ મળી શકે?

👉નોંધાયેલા શ્રમયોગી:
 અરજદારના માતાપિતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અથવા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા હોવા જોઈએ.

👉બાળકોની સંખ્યા: 
એક પરિવારના મહત્તમ બે બાળકોને આ યોજનાનો લાભ મળી શકે છે.

👉શૈક્ષણિક સંસ્થા: 
વિદ્યાર્થીએ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.

👉અભ્યાસક્રમ: 
ધોરણ 1 થી લઈને પી.એચ.ડી. સુધીના અભ્યાસક્રમો માટે સહાય ઉપલબ્ધ છે.

👉હાજરી
શાળા કે કોલેજમાં નિયમિત હાજરી જરૂરી છે.

💰મળવાપાત્ર શૈક્ષણિક સહાય


ક્રમ ધોરણ સહાયની રકમ હોસ્ટેલ સાથે
1 ધોરણ 1 થી 4 ₹. 500/- -
2 ધોરણ 5 થી 8 ₹. 900/- -
3 ધોરણ 10 થી 12 ₹. 2,000/- ₹. 2,400/-
4 ITI ₹. 5,000/- -
5 PTC ₹. 5,000/- -
5 ડિપ્લોમા કોર્સ ₹. 5,000/- ₹. 9,400/-
6 ડિગ્રી કોર્સ ₹. 10,000/- ₹. 14,000/-
7 PG Course ₹. 15,000/- ₹. 20,000/-
8 પેરા મેડિકલ/ફાર્મસી/નર્સિંગ/ફિઝિયોથેરાપી/હોમિયોપેથી/આયુર્વેદ ₹. 15,000/- ₹. 20,000/-
8 MBBS/BDS/MD/MS/Ayurveda ₹. 25,000/- ₹. 30,000/-
10 PhD ₹. 25,000/- -

 

🖥️ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (Application Process)


તમારું કાર્યક્ષેત્ર આધારિત પોર્ટલ પસંદ કરો:

શ્રમયોગી પ્રકાર અરજી પોર્ટલ
બાંધકામ શ્રમયોગી Sanman Portal: sanman.gujarat.gov.in
ફેક્ટરી/સંગઠિત શ્રમયોગી Shramsetu Portal: shramsetu.gipl.in

ઑનલાઇન અરજી માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન:

1. નોંધણી
પોર્ટલ પર જઈ "Register Yourself" ક્લિક કરો.
નામ, મોબાઈલ નંબર, ઈમેલ ID ભરો.
OTP વડે નોંધણી પુરી કરો.

2. લોગઈન (Login)
રજીસ્ટર્ડ મોબાઈલ/E-mail અને પાસવર્ડ વડે લોગઈન કરો.

3. શ્રમયોગી માહિતી દાખલ કરો
e-Nirman Card નંબર, આધાર નંબર વગેરે દાખલ કરો.
ખાતરી કરો કે e-Nirman Card માન્ય અને રિન્યુ છે.
4. યોજના પસંદ કરો
"યોજનાઓ માટે અરજી કરો" > "શિક્ષણ સહાય યોજના" પસંદ કરો.

5. અરજી ફોર્મ ભરો
શ્રમયોગી, વિદ્યાર્થી, શાળાની વિગત અને બેંક વિગતો ભરો.
6. દસ્તાવેજ અપલોડ કરો
જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલ અપલોડ કરો:

  • આધાર કાર્ડ (વિદ્યાર્થીનું)

  • શ્રમયોગી ઓળખ કાર્ડ

  • ગત વર્ષની માર્કશીટ

  • બોનાફાઇડ સર્ટિફિકેટ / ફી રસીદ

  • બેંક પાસબુકનું પાનું

  • વાલીનું સ્વઘોષણાપત્ર

7. સબમિટ કરો
તમામ વિગતો ચકાસો અને “Submit” કરો.

અરજી નંબર (Application ID) સાચવી રાખો.


મહત્વપૂર્ણ સૂચનાઓ:




👉બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્‍યાની તારીખથી જ આ યોજનાનો લાભ શ્રમિકને મળવાપાત્ર થશે.

👉  શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મળ્યાથી ૩ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

👉અરજી સાથે જે તે શૈક્ષણિક સંસ્‍થામાં પ્રવેશ મેળવ્‍યા બાબતના પુરાવા જેવા કે સંસ્‍થાના આચાર્યનું પ્રમાણપત્ર કે પ્રવેશપત્ર રજૂ કરવાનું રહેશે.

👉હોસ્‍ટેલ પ્રવેશ સંદર્ભમાં સંબંધિત હોસ્‍ટેલના રેકટર/વોર્ડન/સંસ્‍થાની અધિકૃત વ્‍યક્તિની સહીવાળું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

👉 શ્રમિકના આશ્રિત તેવા માત્ર બે બાળકો તથા બાંધકામ શ્રમીકની પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ) પૂરતી જ સહાય મળવાપાત્ર થશે.

 👉એક ધોરણ કે એક કોર્ષ માં એક વખત જ સહાય મળશે



બાકી નવી નવી updet માટે અમારી વૉટ્સએપ ગ્રુપ માં જોડાય જવું 


1️⃣

વિદ્યાર્થિનીઓ માટે બસ ભાડામાં 100% રાહત | વિનામૂલ્યે મુસાફરી યોજના 2025

2️⃣

 નમો લક્ષ્મી યોજના 2025: દીકરીઓ માટે ₹50,000 નાણાકીય સહાય (ફોર્મ, લાયકાત, ફાયદા)