બારકોડેડ રેશનકાર્ડ(પરમિટ) યોજના: સંપૂર્ણ માહિતી

     👉 રેશનકાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ જેમકે, નવું રેશનકાર્ડ મેળવવું, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, કુટુંબ વિભાજનથી નવું રેશનકાર્ડ મેળવવું, રેશનકાર્ડમાં સુધારો, રેશનકાર્ડનું અન્ય જિલ્લામાં સ્થળાંતર, રેશનકાર્ડ રદ કરવું તથા ડુપ્લિકેટ રેશનકાર્ડ માટે પૂરતી માહિતી આપેલ છે 

રેશન બારકોડેડ રેશનકાર્ડ(પરમિટ) યોજના: સંપૂર્ણ માહિતી

બારકોડેડ રેશનકાર્ડ(પરમિટ) યોજના: સંપૂર્ણ માહિતી


👉આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિતરણ પ્રણાલીને પારદર્શક, ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે. જૂના પુસ્તિકા જેવા રેશનકાર્ડની જગ્યાએ, હવે બાયોમેટ્રિક અને બારકોડ ટેકનોલોજી સાથેના સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે.


🔥યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો અને ફાયદા

👉બારકોડ સ્કેનિંગ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી લાભાર્થીની સચોટ ઓળખ થાય છે,

👉સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ્ડ હોવાથી વચેટિયાઓ અને કાળાબજારની શક્યતાઓ ઘટી જાય છે

👉લાભાર્થીને મળવાપાત્ર અનાજનો જથ્થો અને ભાવ સિસ્ટમમાં નિશ્ચિત હોવાથી, દુકાનદાર ઓછું અનાજ આપી શકતો નથી.

👉નાગરિકો 'My Ration' મોબાઈલ એપ અથવા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની વેબસાઈટ પર પોતાના કાર્ડની વિગતો, મળવાપાત્ર જથ્થો અને છેલ્લા છ મહિનાના વ્યવહારો ચકાસી શકે

👉રેશન કાર્ડની બીજે આયુષ્માન કાર્ડ માટે ઉજ્જવલા યોજના માટે પણ ઉપયોગી છે 



📇 નવું બારકોડેડ રેશનકાર્ડ કઢાવવા:

  

👉કોણ અરજી કરી શકે: એવા પરિવારો જેમની પાસે કોઈપણ પ્રકારનું રેશનકાર્ડ નથી.


ફોર્મ: નમૂના નં-૨


📃કુટુંબના વડા અને તમામ સભ્યોના આધાર કાર્ડ

📃કુટુંબના વડાનું ચૂંટણી કાર્ડ

📃રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, મિલકત વેરા બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડા કરાર)

📃આવકનો દાખલો (લાગુ પડતા કિસ્સામાં)

📃કુટુંબના વડાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

📃બેંક પાસબુકની નકલ

📃ગેસ કનેક્શનની વિગતો (જો હોય તો)



📇રેશનકાર્ડમાં નામ ઉમેરવા:


➡️ કુટુંબમાં બાળકના જન્મ અથવા લગ્ન બાદ પત્નીનું નામ ઉમેરવા માટે.


ફોર્મ: નમૂના નં-૩

અસલ રેશનકાર્ડ(પરમિટ)

જેનું નામ ઉમેરવાનું છે તેનું આધાર કાર્ડ

👉જન્મના કિસ્સામાં: બાળકનું જન્મનું પ્રમાણપત્ર (દાખલો)

👉લગ્નના કિસ્સામાં: પત્નીના પિયરના રેશનકાર્ડમાંથી નામ કમી કરાવ્યાનો દાખલો અને લગ્નનું પ્રમાણપત્ર.




🔥રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા:



➡️કુટુંબના કોઈ સભ્યના મૃત્યુ, લગ્ન (દીકરીના), અથવા કુટુંબના વિભાજનના કિસ્સામાં.

ફોર્મ: નમૂના નં-૪

અસલ રેશનકાર્ડ

મરણના કિસ્સામાં: મરણનું પ્રમાણપત્ર

લગ્નના કિસ્સામાં: લગ્નનું પ્રમાણપત્ર

સંબંધિત વ્યક્તિનું આધાર કાર્ડ

💳રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા:


➡️ફોર્મ: નમૂના નં-૬ (નામ, અટક, સરનામું, વગેરે જેવી ભૂલો સુધારવા માટે)


અસલ રેશનકાર્ડ

આધાર કાર્ડ

👉જે સુધારો કરવાનો હોય તેને લગતો પુરાવો (દા.ત., સાચા નામવાળું સરકારી ઓળખપત્ર, ગેઝેટની નકલ).


📃ડુપ્લીકેટ બારકોડેડ રેશનકાર્ડ કઢાવવા:


➡️ રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય, બળી ગયું હોય, ફાટી ગયું હોય અથવા બગડી ગયું હોય.

ફોર્મ: નમૂના નં-૯


➡️જો કાર્ડ ફાટી ગયું હોય તો તે અસલ કાર્ડ

રૂ. ૨૦ ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું

આધાર કાર્ડની નકલ

📃આ ફોર્મ ભરી ક્યાં આપવા 



➡️રેશનકાર્ડ સંબંધિત કોઈપણ કામ (નવું કઢાવવું, નામ ઉમેરવું, સુધારા કરવા) માટેનું ફોર્મ ભરીને નીચેની કચેરીમાં આપવાનું હોય છે:

🔥ગ્રામ્ય વિસ્તાર માટે: મામલતદાર કચેરી અથવા તાલુકા પુરવઠા કચેરી

🔥શહેરી વિસ્તાર માટે: તમારા વિસ્તારની ઝોનલ કચેરી (Zonal Office)



✅ ડુપ્લિકેટ રેશન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવાની રીત (ગુજરાત રાજ્ય માટે)

🖥️ સ્ટેપ by સ્ટેપ માર્ગદર્શન:


🔗 સર્વપ્રથમ મુલાકાત લો:

(ગુજરાત ફૂડ અને સિવિલ સપ્લાઈઝ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ)
   
    👉તેમાં  ગુજરાત* પછી 👉જિલ્લો 👉 તાલુકો 👉 ગામ 👉એની યાદી માં તમારું નામ ઉપર ટચ કરી જોય શકાય છે 

📝 તમારું જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.

📄 તમારી રેશન કાર્ડ લિસ્ટ દેખાશે. ત્યાંથી તમારું નામ શોધો અને ક્લિક કરો.

📥 રેશન કાર્ડની માહિતી ખુલશે. નીચે "Print Ration Card" બટન હશે, એ ક્લિક કરો.

🛒 "તમને મળવાપાત્ર જથ્થો જાણો" - રેશનકાર્ડ માહિતી

👉➡️ઓનલાઈન માહિતી મેળવવાની રીત:

➡️તમારા રેશન કાર્ડ પરથી ચીજવસ્તુઓનું જથ્થો જાણવા માટે નીચેની વિગતો મેળવી શકો છો:

મળવાપાત્ર અનાજ: ઘઉં, ચોખા, ખાંડ, મકાઈ, ઈંડિયા વગેરે

દર મહિના માટે કેટલું જથ્થો મળવાનું છે

🔗 મુલાકાત લો:

📝 તમારું રેશનકાર્ડ નંબર દાખલ કરો
અથવા તમારું જિલ્લો, તાલુકો અને ગામના નામ દ્વારા શોધો.

👨‍👩‍👧‍👦 તમારા રેશનકાર્ડની સંપૂર્ણ વિગતો દર્શાવશે:

➡️કાર્ડ પ્રકાર (APL / BPL / NFSA)

લાભાર્થી નામ અને સભ્યો

મળવાપાત્ર ચીજવસ્તુઓનું જથ્થો

છેલ્લી વાર ક્યારે સામાન મળ્યું તેની માહિતી

📄 તમારું રેશનકાર્ડ સ્ટેટમેન્ટ PDF તરીકે સેવ કરો કે પ્રિન્ટ કાઢો


⚠️ નોંધ:


🆘 મદદ માટે:

📞 Toll-Free Helpline: 1800 233 5500

📍 નજીકના Mamlatdar Office અથવા e-Gram Center પર પણ માહિતી મેળવી શકો છો

📌 મુખ્ય હાઇલાઇટ્સ – બારકોડેડ રેશનકાર્ડ યોજના 2025

  • ✅ રેશનકાર્ડમાં બારકોડ દ્વારા ટેક્નોલોજીકલ સુધારો
  • ✅ ડુપ્લિકેટ/બોગસ કાર્ડ સામે સંપૂર્ણ કંટ્રોલ
  • ✅ ઓનલાઈન ચકાસણી અને કામગીરી સરળ
  • ✅ "One Nation One Ration Card" માટે સપોર્ટ
  • ✅ મોબાઈલ પર રેશન ડિટેઇલ્સ જોઈ શકાશે
  • ✅ રાજ્યના તમામ નાગરિકો માટે લાગુ
  • ✅ સરળ અરજી પ્રક્રિયા અને ઝડપી અપડેશન

🧵 મફત સિલાઈ મશીન યોજના – 2025/26

મહિલાઓને સ્વાવલંબન બનાવવા માટે સરકાર દ્વારા Free Silai Machine Yojana 2025/26 શરૂ કરવામાં આવી છે. યોજના, અરજી પ્રક્રિયા, લાયકાત અને દસ્તાવેજો વિશે વધુ વાંચો.

👉 વધુ વાંચો