ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો - 2025

 🖥️Online Learning License-2025

ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો - 2025













 ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો - સંપૂર્ણ માહિતી 


👉   આજના ડિજીટલ યુગમાં હવે RTOની લાઈન માં ઉભા રહી લાયસન્સ લેવા ની જરૂર નહીં. 
👉સરકારે એક અનોખી ઓનલાઈન સેવા શરૂ કરી છે જેમાં તમે ઘરે બેઠા તમારું Learning License બનાવી શકો છો. ગુજરાત સરકારે હવે ફેસલેસ (Faceless) સેવા શરૂ કરી છે, જેનાથી આ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની છે.
તેના માટે નીચે મુજબ ની સંપૂર્ણ વિગત વાચો

 લર્નિંગ લાયસન્સ માટે જરૂરી દસ્તાવેજો :


📑 લર્નિંગ લાયસન્સ માટે જરૂરી દસ્તાવેજો

  • 📌 આધાર કાર્ડ / PAN કાર્ડ - ફરજિયાત અને સૌથી સરળ
  • 📌 પાસપોર્ટ સાઈઝ ફોટો (સોફ્ટ કોપી માં)
  • 📌 સહી (Signature) સ્કેન કરેલી (સફેદ કાગળ માં)
  • 📌 મોબાઇલ નંબર અને ઈમેઈલ આઈ.ડી.
  • 📌 રહેઠાણનો પુરાવો (Address Proof)
  • 📌 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (School Leaving Certificate)

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

👉1️⃣ સરસારી વેબસાઈટ ખોલો
સૌ પ્રથમ, ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ Parivahan Sewa (sarathi.parivahan.gov.in) પર જાઓ
અથવા 

2️⃣ “Apply for Learner Licence” પસંદ કરો
રાજ્ય પસંદ કરો અને આગળ વધો

આધાર કાર્ડ દ્વારા e-KYC માટેના નિર્દેશો વાંચીને "Continue" પર ક્લિક કરો.

3️⃣ ફોર્મ ભરો

🌟Generate OTP" પર ક્લિક કરો. તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર માં  એક OTP આવશે, તે દાખલ કરીને પ્રમાણિત કરો.

👉આધાર કાર્ડમાંથી તમારી મોટાભાગની વિગતો (નામ, સરનામું, જન્મ તારીખ) આપમેળે ભરાઈ જશે.

👉બાકીની જરૂરી વિગતો જેવી કે બ્લડ ગ્રુપ, શૈક્ષણિક લાયકાત, વગેરે કાળજીપૂર્વક ભરો.

👉તમે જે પ્રકારના વાહન માટે લાયસન્સ કઢાવવા માંગો છો (ઉ.દા. Motorcycle With Gear, Light Motor Vehicle) તે પસંદ કરો

4️⃣ દસ્તાવેજો અપલોડ કરો
👉આધાર કાર્ડ, ફોટો, સાઈન વગેરે

5️⃣ ફી ભરપાઈ કરો

👉લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે. 
👉લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી + રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે.
👉ડેબિટ કાર્ડ / UPI / નેટબેંકિંગ

6️⃣ ટેસ્ટ માટે તારીખ પસંદ કરો
👉કોઈ પણ આરામદાયક તારીખ અને સમય પસંદ કરો

7️⃣ ઘરે બેઠા લર્નિંગ લાયસન્સની ટેસ્ટ

👉આ ટેસ્ટ તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપ પર વેબકેમ દ્વારા આપી શકો છો.

👉ટેસ્ટ શરૂ કરતા પહેલા, ટ્રાફિકના નિયમો અને ચિન્હો સંબંધિત એક વિડીયો જોવાનો રહેશે.

👉ટેસ્ટમાં ટ્રાફિક નિયમો, સિગ્નલ અને વાહન ચલાવવા સંબંધિત બહુવિકલ્પી પ્રશ્નો (MCQs) પૂછવામાં આવશે.

👉પાસ થવા માટે સામાન્ય રીતે ૧૫ માંથી ઓછામાં ઓછા ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી હોય છે.

8️⃣ લાયસન્સ ડાઉનલોડ કરો

👉ટેસ્ટમાં સફળતાપૂર્વક પાસ થયા પછી, તમારા મોબાઈલ નંબર પર કન્ફર્મેશન મેસેજ આવશે
પછી તમારું લર્નિંગ લાયસન્સ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.


📢 ખાસ નોંધો:

👉ટ્રાફિક ના નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા પ્રશ્નો ટેસ્ટમાં સામેલ હશે.

👉ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.

👉 દરેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.

👉ટેસ્ટમાં સફળ ન થાવ તો વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.

👉જે વ્યક્તિ પાસે લાઈસન્સ છે તેને બીજી વધારા ની શ્રેણી માં એપ્લાય કરવા માટે કોમ્પ્યુટર ની પરીક્ષા આપવી પડતી નથી


લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની પરીક્ષા આપવી ફરજીયાત છે


👉લર્નીંગ લાઇસન્સ મળી જાય પછી 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
👉જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.

👉લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, 
👉 અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.
👉ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટના બુકીંગ માટે અહીં ક્લિક કરો.

👉ડ્રાઇવીંગ લાઇસન્સ સ્પીડ પોસ્ટથી અરજીમાં દર્શાવવામાં આવેલા સરનામે મોકલવામાં આવશે.

આવીજ તદન નવીજ માહિતી માટે વ્હોટ્સએપ ગ્રુપ માં જોડાવો 

🎓 MYSY યોજના-2025 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના — સંપૂર્ણ માર્ગદર્શિકા (ગુજરાતી)

અરજી પ્રક્રિયા, લાયકાત, લાભ અને જરૂરી દસ્તાવેજો — સંપૂર્ણ વિગતો માટે નીચે ક્લિક કરો.