📱2025 ખેડૂત સ્માર્ટફોન સહાય ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું અને ગુજરાત ખેડૂત smartphone ની સહાય કેટલી છે?

2025 ખેડૂત સ્માર્ટફોન સહાય


☝️જુલાઈ 2025/26

ગુજરાતમાં ખેડૂત માટે smartphone સહાય યોજના શરૂ, સરળ રીતે ઓનલાઈન ફોર્મ ભરો અને મેળવો government subsidy. છેલ્લી તારીખ જાણો આજે.
Farmers in Gujarat can now get a subsidy on smartphone purchase. Apply online easily and check eligibility, documents, and benefits.

📱 ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના 2025

👉ગગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડવા અને ખેતીવાડીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે "ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના" અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના, જે "iKhedut સ્માર્ટફોન સહાય યોજના" તરીકે પણ જાણીતી છે, તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ ખેતી સંબંધિત નવીનતમ માહિતી, હવામાનની આગાહી, બજાર ભાવ અને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે.


સ્માર્ટફોન સહાય યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો:


👉ખેડૂતોને હવામાનની આગાહી, વરસાદની સંભાવના, રોગ-જીવાત નિયંત્રણના ઉપાયો અને આધુનિક ખેત પદ્ધતિઓ જેવી માહિતી સ્માર્ટફોન દ્વારા ઉપલબ્ધ કરાવવી.

👉ખેડૂતો iKhedut પોર્ટલ અને અન્ય કૃષિ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને સરકારી સહાય યોજનાઓ માટે સરળતાથી અરજી કરી શકે તે માટે સક્ષમ બનાવવા.

👉કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવો.


યોજના હાઇલાઈટ્સ (Highlights)

સહાય રકમ ₹6,000 સુધી અથવા ખરીદી મૂલ્યનું 40% (જે ઓછું હોય તે)
અરજી: ઓનલાઇન
(ikhedut.gujarat.gov.in)
પાત્રતા ગુજરાતના નોંધાયેલા ખેડૂત
Smartphone Brands કોઈપણ માન્ય બ્રાન્ડ, Invoice જરૂરી
તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
અમારા ગ્રુપ માં જાણ કરવા માં આવશે 


સ્માર્ટફોન સહાયનું ધોરણ:



👉આ યોજના અંતર્ગત, ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા ₹6,000, બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સહાય તરીકે ચૂકવવામાં આવે


 દાખલા તરીકે:
જો કોઈ ખેડૂત ₹20000 નો સ્માર્ટફોન ખરીદે છે, તો તેને ₹6,000ની સહાય મળશે. જો સ્માર્ટફોનની કિંમત ₹10,000 હોય, તો તેને 40% લેખે ₹4,000ની સહાય મળવાપાત્ર થશે. 


📱સ્માર્ટફોન સહાય ના પાત્રતા માપદંડ


📱 સ્માર્ટફોન સહાયના પાત્રતા માપદંડ

  • ✅ અરજદાર ગુજરાતનો સ્થાયી ખેડૂત હોવો જોઈએ.
  • ✅ ખેડૂતના નામે જમીન હોવી ફરજિયાત.
  • અગાઉ આ યોજના હેઠળ લાભ ન લીધો હોય.
  • Aadhaar Card, બેંક ખાતું, મોબાઇલ નંબર જરૂરી.
  • ✅ ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી માત્ર એકજ લાભપાત્ર.


📝 અરજી કેવી રીતે કરશો? (How to Apply Online)



👉આ યોજનાનો લાભ લેવા માટે iKhedut પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.
↕️
👉સૌ પ્રથમ  ઉપર આપેલ લિંક ઉપર ક્લિક કરો
↕️
👉હોમપેજ પર "યોજનાઓ" પર ક્લિક કરો.
ત્યારબાદ "ખેતીવાડીની યોજનાઓ" પસંદ કરો.
↕️
👉 પેજ પર "સ્માર્ટફોનની ખરીદી પર સહાય" યોજના શોધીને "અરજી કરો" પર ક્લિક કરો.
↕️
👉અરજી ફોર્મમાં માગ્યા મુજબની તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
↕️
👉જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
↕️
👉અરજી સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.


⁉️સામાન્ય પ્રશ્નો (FAQ)


Q1: મેં પહેલાથી Smartphone ખરીદ્યો છે, હવે અરજી કરી શકું?
👉 નહિ, યોજના અંતર્ગત ખરીદી પહેલા અરજી ફરજિયાત છે.

Q2: સહાય ક્યારે મળશે?
👉 અરજી પછી સહાય સીધી બેંક ખાતામાં જમા થશે.

Q3: યોજના હેઠળ કેટલી વખત લાભ મળે?
👉 Lifetime માં માત્ર એક જ વખત લાભ 

Q4: સહાયની રકમ કેવી રીતે ચૂકવવામાં આવે છે?
👉 અરજી મંજૂર થયા બાદ, સહાયની રકમ સીધી લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં (DBT - ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) જમા કરવામાં આવે છે.

I khedut portal ની દરેક યોજના માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવું ફરજિયાત છે 

🏠 પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા સરકારની સહાય યોજના – 2025-26

ગુજરાત સરકારની આ યોજના અંતર્ગત, ખેડૂતો/લોકોને પાક સ્ટોર કરવા માટે ગોડાઉન બનાવવામાં સહાય આપવામાં આવે છે. અરજી પ્રક્રિયા, લાયકાત, લાભો અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો.

👉 વધુ જાણો