ફુવારા પાઈપ અને ટપક સિંચાઈ સબસિડી યોજના 2025-26 | 50% થી વધુ સહાય મેળવો

2025-26 માં ફુવારા પાઈપ અને ટપક સિંચાઈ માટે સરકાર તરફથી સબસિડી કેવી રીતે મળશે? પાત્રતા, દસ્તાવેજો, ઓનલાઇન અરજી, સહાયની રકમની સંપૂર્ણ માહિતી હવે મેળવો.

ફુવારા પાઈપ અને ટપક સિંચાઈ સબસિડી યોજના 2025-26 | 50% થી વધુ સહાય મેળવો



📌ફુવારા પાઈપ અને ટપક સિંચાઈ યોજનાનું હેતુ :


👉ખેડૂતોને પાણીનો બચાવ કરવા અને કૃષિ ઉત્પાદન વધારવા માટે ફુવારા (સ્પ્રિંકલર) અને ટપક (ડ્રિપ) સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ માટે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય (સબસિડી) આપવામાં આવે છે.
👉ગુજરાત સરકાર, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) ના 'પર ડ્રોપ મોર ક્રોપ' પર આધારિત 
પાકમાં ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો


🌿સબસિડીનો દર (કોને કેટલી સહાય મળે?)


💧 ફુવારા પાઈપ / ટપક સિંચાઈ સબસિડી વિગત 💧

ખેડૂતનો પ્રકાર સામાન્ય વિસ્તારોમાં સબસિડી ટ્રાઇબલ/નોટિફાઇડ વિસ્તારોમાં સબસિડી
નાના અને સીમાંત ખેડૂત કુલ ખર્ચના 70% સુધી કુલ ખર્ચના 80% સુધી
સામાન્ય ખેડૂત
(2 હેક્ટરથી વધુ જમીન)
કુલ ખર્ચના 70% સુધી કુલ ખર્ચના 70% સુધી
SC/ST ખેડૂત કુલ ખર્ચના 85% સુધી
(મહત્તમ ₹1,00,000/- પ્રતિ હેક્ટર)
કુલ ખર્ચના 90% સુધી
(મહત્તમ ₹1,00,000/- પ્રતિ હેક્ટર)


👍ખાસ નોંધ:


👉આ સબસિડી પ્રતિ લાભાર્થી મહત્તમ 5 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે.

👉ખેડૂત એ જ જમીન પર 7 વર્ષ પછી બીજી વાર આ યોજનાનો લાભ લઈ શકે છે.

👉ટ્રાઇબલ વિસ્તાર એવા વિસ્તારમાં કહેવાય છે જ્યાં મુખ્યત્વે આદિવાસી સમુદાય વસે છે 


📋 પાત્રતા શરતો:


📝 યોજના માટે પાત્રતા:

  • અરજદાર ગુજરાત રાજ્યનો **ખેડૂત** હોવો જોઈએ.
  • અરજદાર પાસે પોતાની **ખેતીની જમીન** હોવી આવશ્યક છે.
  • ખેડૂત પાસે **જળ સ્ત્રોત** (બોરવેલ, કૂવો, તળાવ) હોવો જરૂરી છે.
  • અરજદારનું **બેંક ખાતું** હોવું ફરજિયાત છે.
  • સહકારી મંડળીના સભ્યો પણ આ **યોજના હેઠળ લાભ** મેળવી શકે છે.


📑 જરૂરી દસ્તાવેજો:



📑 આ યોજના માટે જરૂરી દસ્તાવેજો

ઓનલાઈન અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા:

  • ઓળખનો પુરાવો: આધાર કાર્ડ
  • જમીનના દસ્તાવેજ: 7/12 અને 8-અ નો ઉતારો (નવો)
  • બેંકની વિગતો: બેંક પાસબુક  અથવા કેન્સલ ચેક
  • જાતિનો દાખલો: SC/ST માટે અનિવાર્ય
  • સંમતિ પત્ર: સંયુક્ત ખાતેદારો માટે જરૂરી
  • મોબાઈલ નંબર: OTP માટે ફરજિયાત
📲 વધુ માહિતી માટે અમારી WhatsApp ગ્રુપ જોડાઓ
👉 દરેક ખેડૂત માટે ઉપયોગી માહિતી, સહાય અને યોજના અપડેટ

👧💰 નમો લક્ષ્મી યોજના 2025: દીકરીઓ માટે ₹50,000 નાણાકીય સહાય (ફોર્મ, લાયકાત, ફાયદા)

👉 અરજી પ્રક્રિયા, લાયકાત અને ફાયદા વિશે સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો:

🛜ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા )


આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ iKhedut  પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.

 ⬇️⬇️⬇️1️⃣ ⬇️⬇️⬇️

👉સૌ પ્રથમ, ગુગલમાં 'iKhedut Portal' સર્ચ કરો અથવા સીધા ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલો.

⬇️⬇️⬇️2️⃣⬇️⬇️⬇️

👉હોમપેજ પર "યોજનાઓ" અથવા "Schemes" ના વિકલ્પ પર ક્લિક કરો.

⬇️⬇️⬇️3️⃣⬇️⬇️⬇️

👉હવે તમને વિવિધ વિભાગો દેખાશે, તેમાંથી "બાગાયતી યોજનાઓ" પર ક્લિક કરો.

⬇️⬇️⬇️4️⃣⬇️⬇️⬇️

👉બાગાયતી યોજનાઓની યાદી ખુલશે. તેમાં "ડ્રિપ ઇરીગેશન" અથવા "સ્પ્રિંકલર ઇરીગેશન" સંબંધિત યોજના શોધો. સામાન્ય રીતે "ટપક/ફુવારા સિંચાઈ પદ્ધતિ" જેવા નામે યોજના ઉપલબ્ધ હોય છે.

⬇️⬇️⬇️5️⃣⬇️⬇️⬇️

👉અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો જેવી કે નામ, સરનામું, આધાર નંબર, જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો કાળજીપૂર્વક ભરો.

⬇️⬇️⬇️6️⃣⬇️⬇️⬇️

👉બધી વિગતો ભર્યા પછી, અરજીને સેવ કરો અને કન્ફર્મ કરો. કન્ફર્મેશન પછી તમને એક અરજી નંબર મળશે, જે ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખો.

⬇️⬇️⬇️7️⃣⬇️⬇️⬇️

👉ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, તેની પ્રિન્ટઆઉટ લો. પ્રિન્ટઆઉટ પર સહી/અંગૂઠો કરી, ઉપર જણાવેલ તમામ દસ્તાવેજોની નકલ જોડીને તમારી નજીકની તાલુકા કક્ષાની બાગાયત કચેરી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ જમા કરાવો.

✅ 50% થી વધુ સબસિડી
✅ પાણી બચાવ – વધુ પાક
✅ ઓનલાઇન અરજી – સરળ પ્રક્રિયા
✅ નાના ખેડૂતો માટે વિશેષ સહાય
✅ યોજના હેઠળ આધુનિક સિંચાઈ સાધનો

આ યોજના ખેડૂતો માટે એક વરદાનરૂપ છે, જેનાથી પાણીની બચતની સાથે સાથે પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. યોગ્ય સમયે અરજી કરી આ યોજનાનો લાભ અવશ્ય લેવો.

જ્યારે અરજી ના ફોર્મ ભરવા ન ચાલુ થાય ત્યારે અમારા ગ્રુપ માં જાણવા માં આવે છે માટે ગ્રૂપ માં જોડાવું ફરજિયાત છે 

🏠 પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા સરકારની સહાય યોજના – 2025-26

ગુજરાત સરકારની આ યોજના અંતર્ગત, ખેડૂતો/લોકોને પાક સ્ટોર કરવા માટે ગોડાઉન બનાવવામાં સહાય આપવામાં આવે છે. અરજી પ્રક્રિયા, લાયકાત, લાભો અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો.

👉 વધુ જાણો