Agneepath Yojana: અગ્નિવીર વાયુ ભરતી 2025 | IAF Join કરવાની તક
અગ્નિવીર વાયુ ભરતી 2025 - Indian Air Force (IAF)
🇮🇳 અગ્નિવીર વાયુ ભરતી 2025 - Indian Air Force (IAF)
👉ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર વાયુની ભરતી માટે વર્ષ 2025-26 ની જાહેરાત આવી છે. આ યોજના હેઠળ, અપરિણીત ભારતીય યુવક અને યુવતીઓ વાયુસેનામાં ચાર વર્ષના સમયગાળા માટે જોડાઈ શકે છે. અહીં અગ્નિવીર વાયુ ભરતી 2025-26 સંબંધિત સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
તાજા અપડેટ્સ, સબસિડી, સહાય, જોબ અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.
📌 Join WhatsApp Group
👉આ વર્ષે બે અલગ-અલગ ઇનટેક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે:
1️⃣અગ્નિવીર વાયુ ઇનટેક 01/2026
2️⃣અગ્નિવીર વાયુ ઇનટેક 02/2026
✅ ભરતી દ્વારા: ભારતીય વાયુસેના (Indian Air Force)
✅ યોજના: અગ્નિપથ યોજના 2025
✅ પોસ્ટ નામ: અગ્નિવીર વાયુ (Agniveer Vayu)
✅ લાયકાત: 12 પાસ / ડિપ્લોમા
✅ પગાર: ₹30,000 થી ₹40,000 માસિક + સેવાનિધિ
✅ અરજી: ઓનલાઈન - આજેજ અરજી કરો
✅ ઉંમર: 17.5 થી 21 વર્ષ (એપ્રોક્સ)
🔥અરજી કરવાની તારીખ:
📃11 જુલાઈ 2025 થી 31 જુલાઈ 2025
✅પરીક્ષાની તારીખ: 25 સપ્ટેમ્બર 2025 થી ચાલુ
👨🎓શૈક્ષણિક લાયકાત:
Agniveer Vayu Bharti 2025
વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે:
✅ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે 10+2 (ઇન્ટરમીડિયેટ) પરીક્ષામાં કુલ મળીને ઓછામાં ઓછા 50% માર્ક્સ અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા ફરજિયાત છે
અથવા
કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પોલિટેકનિક સંસ્થામાંથી એન્જિનિયરિંગ (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઇલ/કોમ્પ્યુટર સાયન્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી/ઇન્ફોર્મેશન ટેકનોલોજી) માં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવો જોઈએ અને અંગ્રેજીમાં પણ 50% માર્ક્સ હોવા જોઈએ.
અથવા
માન્ય બોર્ડમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિત જેવા બે વર્ષીય વોકેશનલ કોર્સમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
વિજ્ઞાન સિવાયના અન્ય વિષયોના ઉમેદવારો માટે:
👉કોઈપણ પ્રવાહમાં 10+2 (ઇન્ટરમીડિયેટ) માં કુલ મળીને ઓછામાં ઓછા 50% માર્ક્સ અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જરૂરી છે.
⌛વય મર્યાદા (ઇનટેક 02/2026 માટે):
Agniveer Vayu Bharti 2025
👉ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 2005 અને 2 જાન્યુઆરી 2009 (બંને તારીખો સહિત) વચ્ચે થયેલો હોવો જોઈએ.
👉જો ઉમેદવાર પસંદગીના તમામ તબક્કાઓ પાસ કરી લે છે, તો નોંધણીની તારીખે મહત્તમ વય મર્યાદા 21 વર્ષની રહેશે.
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
તાજા અપડેટ્સ, સબસિડી, સહાય, જોબ અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.
📌 Join WhatsApp Group
📄 પસંદગી પ્રક્રિયા:
અગ્નિવીર વાયુની પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે
તબ્બકો=1
👉ઓનલાઈન લેખિત પરીક્ષા
📚 Science Group:
English, Physics, Maths
⏰ 60 મિનિટ
📚 Non-Science Group:
English, Reasoning, General Awareness
⏰ 45 મિનિટ
📚 Both Groups:
⏰ 85 મિનિટ
👉પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ (દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ) રહેશે.
તબક્કો 2:
👉શારીરિક યોગ્યતા કસોટી
જેમાં દોડ, પુશ-અપ્સ, સિટ-અપ્સ અને સ્ક્વોટ્સનો સમાવેશ થાય છે.
તબક્કો 3:
👉તબીબી પરીક્ષણ (Medical Examination)
👉બીજા તબક્કામાં સફળ થયેલા ઉમેદવારોનું અંતિમ તબીબી પરીક્ષણ કરવામાં આવશે
🖥️અરજી કેવી રીતે કરવી?
👉ઉમેદવારોએ ભારતીય વાયુસેનાની અગ્નિપથ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://agnipathvayu.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નોધ - સાયબર કેફે થી સહેલું રેસે
અરજી ફી
👉₹550 + GST રહેશે, જેનું ચુકવણું ઓનલાઈન માધ્યમથી કરવાનું રહેશે.
📢 અગત્યની સુચનાઓ:
1️⃣. પહેલા તો વૉટ્સએપ ગ્રુપ માં જોડાય જાવ દરેક માહિતી ની notification મળે
2️⃣દસ્તાવેજો હંમેશાં મૂળ અને સાચા હોવા જોઈએ
3️⃣અરજી પહેલા ઓફિસિયલ નોટિફિકેશન પૂરી વાંચો
4️⃣ફક્ત અપરિણીત ઉમેદવારો જ અરજી કરી શકે છે.
5️⃣ચાર વર્ષની સેવા દરમિયાન લગ્ન કરવાની મંજૂરી નથી.
5️⃣મહિલા ઉમેદવારો માટે, સેવાના સમયગાળા દરમિયાન ગર્ભવતી ન થવાની શરત લાગુ પડે છે
6️⃣સેવા પૂર્ણ થયા પછી ટેક્સ ફ્રી ₹11 લાખ સેવાનિધિ મળશે.
👉 ફોર્મ ભરવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કરવો
આગામી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે વેબસાઇટની મુલાકાત લેતા રહો
