👮♂️BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – સંપૂર્ણ માહિતી (ગુજરાતીમાં) BSF ભરતી 2025
📍28/જુલાઈ
👉 કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની 3500+ જગ્યાઓ માટે ફોર્મ ભરવાની તકો. ઓનલાઈન અરજી કરો અને ભરતી અંગે સંપૂર્ણ માહિતી મેળવો.
👉BSF Constable Tradesmen Recruitment 2025 અંગે સંપૂર્ણ માહિતી મેળવો – જગ્યાઓ, લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી કસોટી અને મહત્વપૂર્ણ તારીખો ગુજરાતી માં.
👉દેશ સેવા અને સુરક્ષા દળમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતીમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
📝 કુલ જગ્યાઓ:
પગાર ધોરણ:
👉આ પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-3 મુજબ ₹21,700 થી ₹69,100 સુધીનો માસિક પગાર અને અન્ય સરકારી ભથ્થાં મળવાપાત્ર થશે.
📚 શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ હોવું જરૂરી છે.
- ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) પ્રમાણપત્ર જરૂરી છે.
- કેટલાક ટ્રેડ્સ જેમ કે રસોઈયો (Cook), વોટર કેરિયર, વોશરમેન માટે NSQF લેવલ-1 કોર્સનું પ્રમાણપત્ર આવશ્યક છે.
વય મર્યાદા (25 ઓગસ્ટ, 2025 મુજબ):
👉ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
👉મહત્તમ ઉંમર: 25 વર્ષ
વય મર્યાદામાં છૂટછાટ:
▶️SC/ST કેટેગરીના ઉમેદવારો માટે: 5 વર્ષ
▶️OBC કેટેગરીના ઉમેદવારો માટે: 3 વર્ષ
👉સરકારના નિયમો મુજબ અન્ય અનામત કેટેગરીના ઉમેદવારોને પણ છૂટછાટ મળવાપાત્ર છે.
🛠️ ખાલી જગ્યાઓની યાદી (ટ્રેડ મુજબ):
👉અરજી કરતા પહેલા, ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર વિગતવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેમાં કેટેગરી (UR, EWS, OBC, SC, ST) મુજબ જગ્યાઓની સંપૂર્ણ માહિતી પણ આપેલી હોય છે
🏃♂️ પસંદગી પ્રક્રિયા:
શારીરિક માપદંડ કસોટી (PST):
👉આમાં ઉમેદવારના શરીરના માપદંડો જેવા કે ઊંચાઈ, છાતી (ફક્ત પુરુષો માટે) અને વજનની ચકાસણી કરવામાં આવે છે
B) શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
પુરુષ ઉમેદવારો માટે: 24 મિનિટમાં 5 કિલોમીટરની દોડ.
મહિલા ઉમેદવારો માટે: 8 મિનિટ અને 30 સેકન્ડમાં 1.6 કિલોમીટરની દોડ.
📝લેખિત પરીક્ષા (Written Examination)
📝 પરીક્ષાની માહિતી
- પરીક્ષાનો પ્રકાર: OMR આધારિત અથવા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
- કુલ ગુણ: 100
- કુલ પ્રશ્નો: 100
- પરીક્ષાનો સમયગાળો: 2 કલાક (120 મિનિટ)
📝દસ્તાવેજ ચકાસણી
👉શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો અને અન્ય જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
📝ટ્રેડ પ્રમાણે ટેસ્ટ
👉જે ઉમેદવારોએ જે તે ટ્રેડ માટે અરજી કરી હોય, તેમની તે ટ્રેડ સંબંધિત કૌશલ્ય અને જ્ઞાનની ચકાસણી કરવા માટે ટ્રેડ ટેસ્ટ લેવામાં આવે છે.
📚 લખિત પરીક્ષાનો અભ્યાસક્રમ:
📝 અરજી પ્રક્રિયા
અરજી ફી:
સામાન્ય (General), OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે: ₹100
SC, ST, મહિલા અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે કોઈ ફી નથી.
📎 જરૂરી દસ્તાવેજો
- 10 પાસ પ્રમાણપત્ર
- ITI પ્રમાણપત્ર (ટ્રેડ મુજબ)
- ઓળખપત્ર (Aadhar Card)
- જાતિ પ્રમાણપત્ર (જોઈએ તો)
- ફોટા અને સહી
- નોન-ક્રિમિનલ સર્ટિફિકેટ (EWS/OBC માટે)
🔔 મહત્વપૂર્ણ સૂચનાઓ:
ફોર્મ ભરીતા પહેલા સંપૂર્ણ નોટિફિકેશન વાંચવું.
ફોર્મમાં કોઈ ભૂલ ન રહે એનું ધ્યાન રાખવું.
મોબાઇલ નંબર અને ઈમેલ id સાચી આપવી.
શારીરિક માપદંડ સાચો રાખવો – ખોટું લખવાથી ફોર્મ રદ થઈ શકે.
💻 અરજી પ્રક્રિયા:
સ્ટેપ બાય સ્ટેપ
👉👉BSF ની સત્તાવાર ભરતી વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
👉"Current Recruitment Openings" વિભાગમાં "Constable (Tradesman)" ની ભરતી લિંક પર ક્લિક કરો.
👉પ્રથમ વખત અરજી કરી રહ્યા હોવ તો "One Time Registration (OTR)" પૂર્ણ કરો.
👉તમારી રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરો.
👉અરજી ફોર્મમાં માગ્યા મુજબની તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
👉જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો) અપલોડ કરો.
▶️ઓનલાઈન માધ્યમથી અરજી ફીની ચુકવણી કરો.અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો.
📌 છેલ્લું જણાવવું:
👉BSF Constable Tradesmen Recruitment 2025 એ દેશસેવા કરવાની ઉત્તમ તક છે. ફોર્મ સમયસર ભરો અને તૈયાર રહેવા માટે દરરોજ થોડીક તૈયારી કરો.
👉 આ માહિતી શેર કરો અને અન્ય મિત્રો સાથે વ્હોટસએપ/ફેસબુક પર મોકલો.
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
