Agricultural University Bharti 2025: કૃષિ યુનિવર્સિટીમાં 40,800 પગાર સાથે લેબ ટેકનીશિયન ભરતી – આજે જ અરજી કરો!
📢 ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ (AAU, JAU, NAU, SDAU) દ્વારા Laboratory Technician / Lab Assistant Class-3 માટે ભરતી જાહેર થઈ છે. આ ભરતીમાં ઉમેદવારોને 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળશે ત્યારબાદ 7th Pay Commission મુજબનું પગાર માળખું લાગુ પડશે.
કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 ની સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ તારીખો
👉 અરજી શરૂ થવાની તારીખ: 25 ઓગસ્ટ 2025 (11:00 AM)
👉 છેલ્લી તારીખ: 20 સપ્ટેમ્બર 2025 (11:59 PM)
લેબોરેટરી ટેકનિશિયન અને આસિસ્ટન્ટની કુલ જગ્યાઓ
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની કુલ 58 જગ્યાઓ પર ભરતી થવાની છે.
કૃષિ યુનિવર્સિટી ભરતી ટેબલ
| માહિતિ | વિગત |
| પોસ્ટનું નામ | Laboratory Technician / Laboratory Assistant (Class-3) |
| પગાર | રૂ. 40,800/- ફિક્સ (પ્રથમ 5 વર્ષ) |
| છેલ્લી તારીખ | 20/09/2025 |
| અરજી પ્રક્રિયા | Online |
લેબોરેટરી ટેકનિશિયન
| કૃષિ યુનિવર્સિટીનુ નામ | કુલ જગ્યાઓ | પુરુષ | સ્ત્રી | દિવ્યાંગ |
|---|---|---|---|---|
| આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ | 8 | 5 | 4 | 1 |
| જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ | 7 | 6 | 0 | 1 |
| નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી | 12 | 5 | 7 | 1 |
| સરદાર કૃષિનગર દંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દંતીવાદા | 28 | 14 | 14 | 3 |
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા:
માજી સૈનિક: ૨
લેબોરેટરી આસિસ્ટન્ટ
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી:
કુલ જગ્યાઓ: ૨
સ્ત્રી: ૨ (સામાન્ય-૨)
પરીક્ષા પદ્ધતિ (અભ્યાસક્રમ)
કુલ ૧૫૦ ગુણનો સમાવેશ થશે, જે બે ભાગમાં વિભાજિત છે:
ભાગ-A (Part-A)
તાર્કિક કસોટીઓ તથા Data Interpretation: ૩૦ ગુણ
ગાણિતિક કસોટીઓ: ૩૦ ગુણ
કુલ: ૬૦ ગુણ
ભાગ-B (Part-B)
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી Comprehension: 30 ગુણ
સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો: 120 ગુણ
કુલ: 150 ગુણ
✅પાર્ટ A માં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ - B માં 150 પ્રશ્નો ટોટલ 210 પ્રશ્નો નું પેપર રહશે
પાર્ટ A અને પાર્ટ - B સંયુક્ત રીતે 3 કલાક ના સમય રહશે
કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 ની લાયકાત
લેબોરેટરી ટેકનિશિયન/આસિસ્ટન્ટ માટેની મુખ્ય શૈક્ષણિક લાયકાત:
તમારા સંબંધિત વિષયમાં (જેમ કે Agri. Biotech, Agri-Microbiology, Microbiology, Chemistry, Bio-Chemistry, Home Science, Nutrition અથવા Food Processing Technology) સેકન્ડ ક્લાસ સાથે સ્નાતકની ડિગ્રી (Bachelor's Degree) હોવી જોઈએ.
સરકાર માન્ય સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશિયન તરીકેની તાલીમ લીધેલી હોવી જોઈએ.
CCC અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ કક્ષાનું કોમ્પ્યુટર જ્ઞાન પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 ઓનલાઇન ફોર્મ
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો:
સૌ પ્રથમ, તમારે જે કૃષિ યુનિવર્સિટી માટે અરજી કરવી હોય તેની સત્તાવાર વેબસાઇટ પર જવું.
આ ભરતી ગુજરાતની ચાર પ્રતિષ્ઠિત કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે:
આણંદ કૃષિ યુનિવર્સિટી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
નવસારી કૃષિ યુનિવર્સિટી
સરદારકૃષિનગર કૃષિ યુનિવર્સિટી
ભરતી વિભાગ શોધો:
વેબસાઇટના હોમપેજ પર requirment જેવો વિભાગ શોધો.
જાહેરાત વાંચો:
ત્યાં તમને "લેબોરેટરી ટેકનિશિયન/આસિસ્ટન્ટ" ભરતીની જાહેરાત જોવા મળશે. અરજી કરતા પહેલા, જાહેરાતને સંપૂર્ણ અને કાળજીપૂર્વક વાંચી લો.
મહત્વની નોંધ:
યાદ રાખો કે લેબોરેટરી ટેકનિશિયન અને આસિસ્ટન્ટ બંને જગ્યાઓ માટે માત્ર એક જ અરજી કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. સચોટ માહિતી માટે સત્તાવાર જાહેરાત હંમેશા તપાસતા રહેવું
